પ્રકૃતિ ને પુરુષ
પ્રકૃતિ નામ સાથે કુદરતની વૈવિધ્યતા દેખાઈ,
આવી પ્રકૃતિ ,ધરતી, સ્ત્રી, ઈવ, હવા, શક્તિ રુપે.
સ્ત્રીના કેટલા રુપો… મા, બહેન, દીકરી, પત્નિ,પ્રેયસી ..
નર નારી એકબીજા ના પુરક.
અધુરા.. એકબીજા વગર..
શિવ સતી અર્ધનારીશ્ર્વર રુપે જગવિખ્યાત.
નર નારી, પુરુષ પ્રકૃતિ કરતા નવસર્જન,
પ્રેમનો સંદેશ ફેલાવે પ્રકૃતિ ..
પ્રેયસી બની મેઘધનુષી રંગો રેલાવે,
મા સ્વરુપે વાત્સલ્યને મમતા ફેલાવે.
વેદ કુરાન ધર્મગ્રંથોમાં પ્રકૃતિનો મહિમા ગવાયો.
સૌમ્યને તાંડવ બને દર્શાવે.
પોષતી જીવનને પાંગરતું નવજીવન તેના સાંનિધ્યમાં,
જીવન જીવવા ની રીતો શીખવાડે.
એકમેકની જરૂરીયાત સરળ રહી સમજાવે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply