ચૈતન્ય …ચેતના.
શક્ય જ કયાં છે જીવન ?
ચેતના વગર…
ચૈતન્ય મનની જાગ્રતિ એજ,
કે આત્માની અનુભુતિ…
ઓહ! આ સવાલો…
કેમ મન મુંઝાય?
જીવવું એ ચેતના?
સંત ને મુનિઓ નથી પામ્યા જેનો પાર..
તે મને સમજાશે?
સમજી શકીશ..?
હા! કેમ નહીં !
ચૈતન્ય….અે જગત માટેનો સ્નેહ..નિસ્વાર્થ ,
સતત કોઈ જ અપેક્ષા વગર..
દરેક જીવંત પ્રભુનો અંશ ..
હરિનો અંશ .
કરુણા, પ્રેમ ,વાત્સલ્ય એજ તો.. ચૈતન્યનો આધાર…
ઈશને મળવાનો માર્ગ ,
ચૈતન્ય ચેતના ,અનુભુતિ
માનવ માત્રની,
મારી સમજણ બરાબર ને?
કે અધૂરી..?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply