વિદાઈ
કરો ગણેશ સ્થાપના ને કરો વંદના ,
આજ મંગળગીતો ગવરાવોરે
આજ આવ્યો રુડો અવસર આગણે રે..
મંડપ ને ફૂલહાર થી સજાવો રે.
આજ રુડા માંડવડા રોપાવો રે,
આજ લાડકવાઈ અમારા ઘરની વિદાય લેશે..
આજ દાદા દાદી ની લાડલી દુલ્હન બની જાશે રે.
માત પિતા ની દુલારી આજે પરાયી થઈ જાશે રે.
આજતે ભાઈ બ્હેનનો સાથ ને પ્રીત છોડી સ્વગૃહે જાશે રે.
આતે કેવો રિવાજ?
આજતે ચાર ફેરા ફરતા . …
કાજલ તે હવે અમારી મટી જશે??
ગુડીયા મારી લાડલી બેની અંતરંગ સહેલી મારી.
માસુમ શી સુરત સૌન્દર્યની મુરત બની ..
જાજરમાન લાગે, નજરના લાગે લાડલી …
નજર તારી ઉતારી લઉ..
આજ તને હેતભર્યા હૈયે સ્વગૃહે વળાવી દઉં.
અંતરના આશિષ ..
સુખી થા કર સૌને સુખી, અર્પી દઉં
બેની તને દિલમાં કૈદ કરી
આજ હવે વિદાય આપી દઉં….
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply