જીવું છું ?
હા જીવું છું !
શ્ર્વાસ ભરવાને જીવન કહેવાયતો જીવું છું.
રોજ સવાર પડે સાંજ પડે રાત પડે ,
યંત્રવંત હું પણ કાર્ય કરું છું.
તારાથી વિખુટા પડયા પછી ..
જાણે મારી અંદર એક હિસ્સો મૃર્ત થઈ ગયો છે.
તું વિલિન કાળના ગર્તામાં ,
તારી સાથે મારા અહેસાસ , સંવેદના , દયા , માયા , મોહ ,
લાગણી , પ્રેમ , સ્નેહ પણ વિલિન થયા.
હું અલિપ્ત થઈ ખુદથી..
હવે પ્રશ્ર્ન થાય હું કોણ છું.?
આ જીવન અભિનય લાગે.
હા! નાટક જ તો છે આ બધું.
પણ આ સામાન્ય સ્ત્રીનો કિરદાર?
કઈ તાલીઓ નહીં આપે, દાદ નહીં જ મળે.
કોઈ મંત્રમુગ્ધ નહીં બને.
શું આજ ચાહત હતી?
કે કંઈક અલગ માગ્યું હતું?
સામાન્ય સ્ત્રી ઘર પરિવાર નેજ જીવન માને.
શું હું સામાન્ય જ ?
સુરજ ઉગતા મારુ અસ્તિત્વ પ્રકાશમાં એકાકાર થઈ જાય છે.
રાતના અંધકારમાં એજ ઓછાયો બની ઉપસી આવે છે.
સાથે લાવે છે અનેક પ્રશ્ર્નો અનુતર પ્રશ્ર્નો..
હું મારાથી અલગ થઈ વિચાર્યા કરું છું..
અને જવાબની શોધમાં ..
એ અંધકારમાં તાકયા કરું છું .
એક આશ હજી બાકી છે.
આ ઠરી ગયેલ અગ્નિમાં કોઈક તિખારો હજી બાકી છે.
અને રાહ જોઉ છું એ સમયની ..
આવશે ને સમય?
કે.. પછી.???
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply