માગું છું
(ઓરીજનલ)
જિંદગી તણી મહેફિલમાં તારો સાથ માંગું છું.
આપે કે ના આપે, તારી ચાહત માંગું છું .
આજે મળીયા તો કાલે જૂદા થવાનુ,
એવી વિષમ પરિસ્થિતિમાં તારો સહારો માગું છું.
તારી ઈચ્છાને માન આપવા કયારેક, આવી ચડીશ આંગણે તારે.
તું આપે ના આપે આશરો માગું છું.
કહેશે કોઈ બેવફાઈ ના કિસ્સા, માનવા તૈયાર નહીં હોઉ આંખે દેખીને,
એવી એ ક્ષળે તારો સાથ માગું છું.
કયારેક મારી મઝાકમાં જોતું થાય હેરાન,
તારા ગુસ્સાને પીગળાવવા તારો પ્યાર માગું છું.
મહેફિલનો અર્થ મળવું અને જુદા થવું , ક્ષણીક આનંદ જીવનભર નું દર્દ,
એવો એ અહેસાસ માગું છું.
મૃત્યુ પણ નજીક હોય મારી, એવા એ અંતિમ શ્ર્વાસે તુટતી આશે,
જીવનદ્રારે તારા દર્શન માગું છું.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply