પ્રશ્ર્નો?
હાથ ઉઠે છે અશ્રું લુંછવા,
હોઠ ખુલ્લે છે શબ્દો કહેવા.
પણ ! આ બધું થતું નથી,
હું સાંભળ્યા કરું છું ,
જોયા કરું છું.
પણ કશું જ કરી શકતી નથી.
આમ ફર્યા કરું છું પથ્થરની દિવાલોમાં,
અસ્તિત્વ મારું સાબીત કરવા મથું છું,
પણ કોઈ જોતું જ નથી..
સાંભળતું નથી.
શું ખરેખર હવે કશું જ નથી?
કશું જ નથી?
પ્રશ્ર્નાર્થ બની ગઈ છું ખુદ માટે.
છે જવાબ કાજલ તારા પ્રશ્ર્નો નો?
અનુત્તર રહેવા સર્જાયા છે આ પ્રશ્ર્નો?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply