નિષ્કલંક યાદો… યાદગાર પળ
તારી સાથે વિતાવેલ દરેક પળ યાદગાર..
ચિરસ્મરણીય..
તારી આંખોમાં મારું પ્રતિબિંબ જોવું
તારું અનિમેષ તાકવું.
વાત વાતમાં મુક્ત મને હસવું,
તારા ચહેરાના પલટાતા ભાવો..
શબ્દે શબ્દે ટપકતો પ્રેમ..
નાની બાબતે તારી કાળજી.
વર્ષોનું જીવન થોડીક ક્ષળોમાં જીવવું..
એક મેકના સાથની હરક્ષળો માળી ,
અવિસ્મરણીય યાદો બનાવી.
કેટ કેટલું…ભેગું કરયું
મંજિલ એક નોતી તો શું થયું?
સાથ એ બે કદમોનો સદા યાદગર..
નાકસમ, નાવાયદો, નાકોઈ બંધન હતું.
નામ પણ કયાં હતું સંબંધનું?
છતાં ..
આજે પણ એ યાદો દિલમાં ઘર બનાવી રહે છે.
તારી યાદોને જીવન બનાવી જીવી જાઉં..
જીવીજ જાઉને?
યાદગાર અવિસ્મરણીય યાદો સાથે?
બોલને..?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply