તે દિવસો…
મસ્તી થી છલકતા.
બિન્દાસ જીવતા ..
ના આજની ચિંતાના કાલની ફિકર..
મોજ મજાને ધમાચકડી મચાવતા,
દોસ્તોની મહેફિલને સાથમાં જીવતા.
શ્ર્વાસમાં દોસ્તીનો દમ ભરી જીવતા,
એક સાદ સાથે નીકળી પડતા.
રખડપટ્ટીને કારણવગરની ચર્ચાઓ,
એક બીજાના સુખ દુખને સાથે જ જીવતા,
કયાં ખોવાયા આ દિવસો..?
આજ થયા દૂર પાસે છતાં,
ઔપરારીકતાના મહોરા પહેર્યા,
બનાવટી આંસુને કૃત્રિમ હાસ્ય લાવ્યા.
નિરાંતની પળો ભૂલી ,
ભાગદોડની જિંદગીમાં ખોવાણા..
કાશ..
મને પાછા મળે મારા એ દિવસો…
જીવનની મસ્તીને નવરાશની પળો,
દોસ્તોની સંગત ..
એક સાંજ પછી ભલે તે આખરી જ હોય..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply