અનોખું બંધન
બંધન?
ના!
મને કયારેય તારી લાગણી બંધનરુપ નથી લાગતી.
હા! તારા પ્રેમભર્યા સહવાસમાં સાથમાં હું ખીલું છું ..
એક નવપલ્લવિત પુષ્પ જેમ.
પમરાટ આ સંબંધનો લઈ, સુવાસીત થઈ મહેકું છું.
મારી અંદર હજારો સુર્યની રોશની પ્રગટે છે.
તારા સાંનિધ્યમાં ચાંદનીની શીતળતા અનુભવું છું .
તો આ બંધન કઈ રીતે કહું?
આઝાદી મારા અસ્તિત્વ સ્વિકારની ..
મારી ઓળખની ..
તારાથી ઓળખાવું મને ગમે છે.
પણ જયારે તને ઓળખે મારા નામથી.
ત્યારે તારા ચહેરાનું સ્મિતને ગર્વ મને વિશેષ ગમે.
તારી લાગણી ને પ્રેમની વર્ષામાં અવિરત ભીંજાવું..
તરબોળ રહેવું ..
તારામાં વિલિન થઈ ઐકય અનુંભવવું ..
આ બંધન જન્મો જન્મનું …
નામ વિના પણ ..?
મને ગમે છે.
હા! બંધન ગમે છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply