તું તું ને તુંજ
હા! તું જ મારું સર્વસ્વ
સઘળું સમાયું તારામાં જ..
લાગણીનો પ્રવાહ..
હેતની સરવાણી ..
પ્રેમનું અવિરત ઝરણું …
પ્રેરણાનો સ્ત્રોત તું.
થાકેલ જિંદગીનો થાકલો તું
હાંફતી ભાગતી જિંદગીમાં,
મીઠી વીરડી તું તું ને તુંજ.
મારા સમગ્ર અસ્તિત્વનો આધાર તું,
મારા અણું અણુનો પોકાર,
શબ્દોનો અર્થ તું..
પ્રકૃતિનો શણગાર..
ગૌરવ તિલક તુું.
કાજલના શબ્દો ખુટયા..
સમગ્ર હયાતિની હકીકત તું.
તું જીવન તુંજ ..
શું કહેવું..
નિરાશાની આશ..
તિમિરમાં ચમકતો આગિયો તું ,
મારી કહાનીનો હીરો તું ..
સઘળું સમાયુ હરિનામ માં
રાઘાનો કાન્હ,
મીરાનો શ્યામ.
તુલસીનો રામ ..
ગોપીઓ નો ગોપ તું
સૃષ્ટિનો તારણહાર તું તું ને તુંજ .
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply