(સુધારી ને)
માગું છું
જિંદગી તણી મહેફિલમાં તારો સાથ માંગું છું.
આપે કે ના આપે, તારી ચાહત માંગું છું .
આજે મળીયા તો કાલે જૂદા થવાનુ,
એવી પરિસ્થિતિમાં તારો સહારો માગું છું.
ઈચ્છાને માન આપવા કયારેક, આવીશ આંગણે તારે.
તું આપે ના આપે એ પળે, આશરો માગું છું.
કહેશે કોઈ બેવફાઈ ના કિસ્સા, માનીશ નહીં આંખે દેખીને,
એવી એ ક્ષળે તારો થોડોક વિશ્ર્વાસ માગું છું.
કયારેક મસ્તી મઝાકમાં જોતું થાય હેરાન,
તારા ગુસ્સાને પીગળાવવા તારો પ્યાર માગું છું.
મળવું અને જુદા થવું, પળભર ખુશી ને કાયમી વિરહ,
જીવનની યાદો માટે એક અહેસાસ માગું છું.
મૃત્યુ પણ નજીક હોય મારી, એવા એ અંતિમ શ્ર્વાસે ,
તુટતી આશે, જીવનદ્રારે તારા દર્શન માગું છું.
કાજલ
કિરણ પિયુષ શાહ
1984
Leave a Reply