સાગર
સાગર તટે ટહેલતા ટહેલતા,
ભીની રેતના સ્પર્શે ..
યાદ તારી આવી ચડી,
તારી હથેળીનો મુલાયમ સ્પર્શ સાથે..
દરિયાની રેતમાં પગલાં પાડી તેને નિહાળ્યા કરવું ,
બચપણની રમત યાદ કરી ..ઘર બનાવવું.
મોજામાં તણાતા તારી આંખની ઉદાસી..
રેત પર નામ લખવું ..
વારંવાર મીટાવવું.
ઓહ! અઢળક યાદો ધેરી વળે .
તું સાથે નથી પણ છતાં તને જ અનુભવવું ,
સતત તારા સ્મરણોમાં જીવવું ..
સખી!
આ સાગરકિનારો સાક્ષી રહયો આપણા પ્રેમનો,
દરેક સાંજ ત્યાં જ વિતતી.
રાતની ચાંદની પથરાતીને,
તારા ચહેરાની ચમક વધારતી.
આ યાદો આજ પણ વિખરાયેલ રેતમાં ,
સાગરના મોજા નથી મીટાવી શક્યા તેને.
રોજ સમેટયા કરું એ ટુકડાને..
રોજ વિખરાઈ સમય સાથે.
રેતમાં રેતબની …કણ કણ રેલાય..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply