ગઝલ : જુઓ
રાજરાણી સાજ શણગારી જુઓ,
રાહ નોખી એક કંડારી જુઓ.
કાન તારાતો હજારો નામને,
સામે ઉભો એક અલગારી જુઓ.
નીકળ્યો ઘરબાર ત્યાં સામે મળ્યો,
બારણેતો આજ બનવારી જુઓ.
જિંદગી સોપી તને સ્વીકાર તું,
આંગણે આવેલ નરનારી જુઓ.
શોઘ ગામોગામ તું કરને હવે,
પાદરે ઉભેલ વણજારી જુઓ.
વારતા થોડીક એવી માંડ તું ,
માનવી તારીજ સરદારી જુઓ.
સૂરતાલે ભાત કાજલ પાડજે,
નાદ એવો એક લલકારી જુઓ.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply