ગીત
કાન્હાની યાદો ઝુલે..
કાલિન્દી ના કાંઠે કંદબની ડાળે કાન્હાની યાદો ઝુલે..
વેણુ ના સૂરમાં ગોપ ગોપીઓ શુધ ભુલે.
મધુવનની કંદરામાં પ્રેમને ભક્તિના ફુલ ખીલે.
કાલિન્દીના કાંઠે કદંબની ડાળે કાન્હાની યાદો ઝુલે.
વુંદાવનની કુંજ ગલીમાં કાન્હા તારા સૂર ગુંજે.
વિરહી રાધાનો એ સાદ ,ગોપીનો નાદ ગુંજે.
કાલિન્દીના કાંઠે કદંબની ડાળે કાન્હાની યાદો ઝુલે.
વાટયું જોતું ગોકુળીયું ગામની આશ તુટે.
રાહ જોતી રાધા ના નયણે નીર જો ખુટે.
કાલિન્દીના કાંઠે કદંબની ડાળે કાન્હા ની યાદો ઝુલે.
પ્રતિક્ષા યુગો થી કાન્હા તારા આગમનની તું કેમ ભુલે?
સંસારના માોહ માયામાં તારા ચરણ નો માર્ગ ખુલે.
કાલિન્દીના કાંઠે કદંબની ડાળે કાન્હાની યાદો ઝુલે.
કાજલ
કિરણ પિયુષ શાહ
04/05/17
Leave a Reply