ઉનાળો
ગીષ્મના તાપ થી તપતી.
લીલુડી ધરતી ..
ઉષ્ણ પવનની ઉડતી ડમરી..
વન્યજીવો નીજ આશ્રયસ્થાને..
પણ ..
સૂર્યનો તાપ જાણે અગ્ન વરસાવતો .
કાળા માથાના માનવીને પડકાર આપતો.
લીમડાને વડલાની છાયા..
પાદરે પાણીની પરબ
રડયાખડયાં વટેમાર્ગુ નો વિસામો..
ગીષ્મ … ઉનાળાની બળબળતી બપોર.
લીમડાની ધટામાં થી પસાર થતો પવન..
તનમનને શીતળ કરતો.
નદીકિનારે લીલી વનરાજી ની છાંય..
દૂધાળા ઢોરોની ય વામકૃક્ષી..
ઓહ…
દુર્લભ બન્યું . એસીની આ ઠંડકમાં..
કૃત્રિમ ઠંડાપીણામાં …
વેકેશનની મજા વિસરાઈ આ મોબાઈલના યુગમાં..
ઉનાળો ખોવાયો એસી મોલ ને મોબાઈલની ટચસ્ક્રીનમાં ..
કાજલ
કિરણ પિયુષ શાહ
04/05/17
Leave a Reply