પ્રીત..પ્રણય
હાથમાં મહેંદી, પ્રીતનો રંગ ચડયો છે,
હૈયાએ કાંઈ , પ્રણય કેરો નશો કર્યો છે.
આંખોએ તારા જ ,શમણા જોયા કર્યા ,
હોઠોએ તને સ્પર્શવાનો, દંડ ભર્યો છે.
પ્રણયની સૂરાનો, કૈફ ચડયો નિરાળો,
પ્રીતના જામ પી કોણ , ડુબ્યો કે તર્યો છે?
પ્રતિક્ષા તારી ,જુએ સમગ્ર બ્રહ્માંડ,
પીડા જોઈ, આસમાને થી તારો ખર્યો છે.
કાજલ પ્રીતના જાણે ,કોઈ રીત અરીત,
શાન ભુલી દીદારે ,પાલવ ત્યાં સર્યો છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
06/05/17
Leave a Reply