મા …મારી મા
મા મમ્મી લખતા જ હૈયે ડુમો ભરાય,
મા તને શબ્દો માં કેમ લખું?
તને આલેખવા શબ્દકોષ ટુંકો પડે.
લાગણીનું અવિરત ઝરતું ઝરણું ,
સદગુણોની ખાણ તું ,
દયા માયા તો તારે હ્રદયસ્થ રહે.
મૌનનો સાગર તું ,
તારા સ્પર્શે ઘર મહેકતું ..
તું શક્તિરુપા કરુણાભંડાર
તું સર્વસ્વ મારું ..તારો અંશ તારી છબી હું.
મા તું મારી પ્રેરણાદાત્રી,
તું મારા જીવનનો આધાર…
આજ તું નથી પણ..
સતત તું ધબકે છે મારામાં.
વહે છે મારી રગરગમાં ઉર્જાનો સ્ત્રોત બનીને.
તું તારી વાતો આજ પણ ગુંજે મારા માનસ પટ્ટમાં.
મુંજાવ ,હારું ,થાકું , કે કયાંય અટવાવ ને યાદ આવે તું,
તારા શબ્દો પડધાય.
એક નવી હિમ્મત ભરી જાય..
મા તું મારી અંતરંગ સખી …
તારી સામે હું વિચારોને યાદો થી થતી અનાવૃત ..
આજ તું બહું યાદ આવે, નયને નીર આવેને..
તારી હુંફથી ઝાકળ બની ઉડી જાય.
મા તારી ખોટ કયારેય ન પુરાય !
અહેસાસોમાં તો પણ તું જીવંત જ અનુભવાય..
મા મારી મા ..
મા….
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply