“ક્ષણોની પ્રતિક્ષા…”
પળની પણ દૂરી જયાં મંજૂર નહોતી ,
ત્યાં તારા વિરહની આ ક્ષણો ….
યુગો જેવી લાગે છે.
આજ તારા વિખુટા પડયાં પછી..
સમયચક્ર તો અવિરત ચાલે છે…
પણ …સ્થંભિત બની બૂત બની… ત્યાં જ છું ..
જયાં અંતિમવાર તું મળ્યો હતો.
શ્ર્વાસોમાં તને અનુભવ્યો તો,
તારા સ્પર્શની ગરમી થી ઓગળી હતી..
તારા ગાઢ આલિંગનમાં..
તારા હોઠો પર નિશાન આપ્યું હતું ..
તારી વાણી આજે પણ પડધાય છે..મારા કર્ણમાં ..
હ્રદયના ટુકડા આજે પણ વેરાયેલ છે. તારા જવા થી..
ઓહ..! તું કયાં છે?
તને તો ત્યારે પણ આ લાગણી કયાં સમજાઈ હતી?
તારા સપના તારી મંજિલ .
હું કયાં હતી ત્યારે પણ…?
તારી જિંદગી માં કયાં હતું મારુ સ્થાન?
છતાં ન કીધેલ વાયદા નિભાવતી.
તને અહેસાસ થશે ને તું ફરશે એ આશે,
આજ પણ પ્રતિક્ષિત હૈયે ત્યાં જ સ્થંભી છું .
પ્રતિક્ષા મારી ?
તું આવે એ પળ આવશે?
ક્ષણોની પ્રતિક્ષા …… યુગો તો નહીં બને ને?
કાજલ
કિરણ પિયુષ શાહ
09/05/17
Leave a Reply