સર્જન …..વિસર્જન
ઈશ્ર્વરે કર્યું સૃષ્ટિનું સર્જન..
સર્જન કરતા સ્ત્રી બનાવી..
દઈ દીધા સર્વે ગુણો ..
કહયું સોપ્યુ તને સર્જનનું કાર્ય.
ને બની તે જગમાતા સર્જન કરતાં,
વિધાત્રી ,સરસ્વતી .લક્ષ્મી. કાલી ,દુર્ગા…
દૂનિયા માટે મા ,દાદી ,નાની, માસી ,કાકી ,બહેન પત્નિ, દીકરી..
મમતાના અનેક રુપો દરેક રુપે તે પુર્ણ ,
સ્નેહનો સાગર ..વાત્સલય નો ભંડાર .
કરે તે હરરુપે નવસર્જન .
ઈશે આપી હરશક્તિ ..
સર્જન ….વિસર્જન ની
અસુર ને બુરાઈ ની નાશકર્તા .
સર્વશક્તિમાન… સૃષ્ટિની મા ..
હા!
મા ! તે જ છે ..હરરુપે પુર્ણતા નો અહેસાસ અર્પતી ..એક સ્ત્રી..
સર્જન ને વિસર્જન બંને તેના હાથમાં
ન્યાયના પંથે સર્જન તો મમતા નો અતિરેક કરે વિસર્જન..?
આ સર્જનકર્તા ને…અર્પણ …
કાજલ
કિરણ પિયુષ શાહ
15/05/17
Leave a Reply