મૂંગાં છે હૃદય, દિલથી શું સાદ કરે કોઈ;
પણ તોય થતું એમાં અપવાદ કરે કોઈ!
ના પૂછ પ્રણયનું તું, ધોખોય નથી પામ્યો,
એવું ય નસીબે ક્યાં, બરબાદ કરે કોઈ!
તેં કેદ કર્યાં સૌને આઘાતમાં જીવનભર!
આ રીતે ભલા ખુદને આઝાદ કરે કોઈ?
દીઠુંય નથી ગમતું બુઝુર્ગ આ ડાળીને
જો વૃક્ષ ઉપર પર્ણો ઉન્માદ કરે કોઈ!
તરણુંય બિચારું ત્યાં ઊગી ન શકે સ્હેજે
ના એવી કૃપાનો પણ વરસાદ કરે કોઈ.
~ અનિલ ચાવડા
Leave a Reply