સાંજે નદીએ ભેટીને બે જણ રડી પડ્યાં
જળમાં વહાવીને જૂનું સગપણ, રડી પડ્યાં!
મારા તૂટેલ દિલની કથા સાંભળ્યા પછી,
નોતા જે કોઈ પ્રેમમાં એ પણ રડી પડ્યા!
ડૂમો દબાવીને પડી‘તી શેરી ચૂપચાપ
પણ ના રહી શકાયું તો આંગણ રડી પડ્યાં!
મારાં નયનની સુષ્કતા શું આટલી કરૂણ?
જોવા ગયો મને હું તો દર્પણ રડી પડ્યાં!
અણસમજુ ગાંડપણથી મારા ધ્રુસકે ચડ્યાં,
ને જેના જેનામાં હતી સમજણ, રડી પડ્યાં!
રડવું પડે ધરાર એ વખતે ય ના રડ્યા!
અમથા ઘણીય વાર અકારણ રડી પડ્યાં
~ અનિલ ચાવડા
Leave a Reply