કહે શું યુદ્ધના ખૂંખાર કાતિલ અંત ઉપર મ્યાન?
હસે છે બેઠું બેઠું લાશના એક ગંજ ઉપર મ્યાન!
પ્રથમ તલવારને કહેશે, વહાવો રક્તની નદીઓ,
પછી જાહેરમાં કલ્પાંત કરશે મંચ ઉપર મ્યાન!
હશે ત્યાં હાથના પંજાની ખૂબ જ મોટી ભૂમિકા,
સ્વયં તો જઈ ચડે નહિ આ રીતે કંઈ સ્કંધ ઉપર મ્યાન!
ચમકતી રક્તરંજિત ધારને રક્ષણ પૂરું પાડી,
કરે છે રાજ વર્ષોથી નિરંતર રંક ઉપર મ્યાન!
હશે સંદેશ શું પ્હોંચાડવો શિલ્પીએ રાજાને?
મુક્યું જઈ શિલ્પ ચોરસ્તે, છે જેમાં ‘ગ્રંથ ઉપર મ્યાન!‘
તુમાખી પાતળી લોખંડની પટ્ટીની રાખીને,
જીવે છે રાત દાડો પાતળા પાખંડ ઉપર મ્યાન!
~ અનિલ ચાવડા
Leave a Reply