આપ તથા આપના પરિવારને
દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ 🪔
એ રીતે આ વર્ષ ઊજવીએ
હૈયાથી હૈયું મળતાં જે હર્ષ થાય એ હર્ષ ઉજવીએ!
ગત વર્ષોની ગાંઠ છોડતાં હાથ ધ્રૂજશે, ભલે ધ્રૂજતા
કેલેન્ડરનાં પાને પાને દિવસ તૂટશે, ભલે તૂટતા.
ક્ષણેક્ષણે ક્ષણના પથ્થર પણ પડતા રહેશે, ભલેને પડતા,
શ્વાસેશ્વાસે ઉંમરના થર ચડતા રહેશે, ભલેને ચડતા.
ક્ષણ-દિવસો-વર્ષો નીચવતા જે નીકળે નિષ્કર્ષ, ઉજવીએ!
એ રીતે આ વર્ષ ઊજવીએ
કેટકેટલી જાત ઘસાઈ ત્યારે થોડી ચમક મળી છે!
જીવનની ઘૂઘરીઓ પણ બહુ અથડાઈ તો ખનક મળી છે,
જરા મળ્યો છે રણકારો તો રણકારાને કેમ ભૂલવો?
આશાનો એક અણસારો છે, અણસારાને કેમ ભૂલવો?
યાદ કરીને ભૂતકાળનો એકેએક સંઘર્ષ ઉજવીએ!
એ રીતે આ વર્ષ ઉજવીએ!
~ અનિલ ચાવડા
Leave a Reply