આજીવન એટલે દિલ, દિમાગની નીઅર છે
વ્હાલું મારું પિયર એ પિયર એ પિયર છે
ત્યાં છે માત્ર આળસ ને આનંદનું ઓશીકું
માવતર અને વીરાનાં હરખનાં ટિયર છે
ના ઉઠવાની ચિંતા, ના મોડે જાગવા પર ટોક
સ્વતંત્રતા, સ્વછન્દતાની મોજની લેયર છે
ખાવું પીવું ફરવુ ખરીદી ને સહેલીનો જલસો
પાણી માંગ્યે મળતી દૂધની અહીં ખીર છે
જેની સાથે રોજે બાઝીને વિતાવ્યું બાળપણ
ભાઈ એ વિવાદથી હવે કાયમ ક્લીઅર છે
સંબંધોને મળ્યાં છે નામ નવાં ને પ્રોમોશન
ભાભી, ભત્રીજા ય એટલાં જ ડીઅર છે
ખબર જ છે પતંગ કપાશે વેકેશન પછી પાછી
ઉડાડું તોય મોકળે, આ જીવનની ખીયર છે
બાળકોને પણ મામાનું ઘર એટલે જાણે સ્વર્ગ
સો બ્રાહ્મણ સમ ભાણેજડાંને મોજે ચીયર છે
ના કોઈ પીડા ના પ્રોટોકોલ ના ચિંતા ફિઅર છે
એટલે જ પિયર એ પિયર એ પિયર છે
ના કોઈ બ્રેક, ના સિગ્નલ, ટ્રાફિક, પેટ્રોલની ચિંતા
પિયરે જીવનની નવી ગાડી ફૂલેફુલ ગિયર છે
બસ સાસરું ય મારું બની જાય મારું પિયર
પિયર જ સાત્વિક મય, મદિરા ને બિયર છે
મા નો ખોળો, બાબુલનો ખભ્ભો, સ્નેહ ભાઈનો
બાળપણનું રિમેક પાછું ને એકદમ ક્લીઅર છે
ભલે થઈ પિયુંની ને હવે સાસરું જ છે ઘર મારું
દરિયે ભળેલી નદીને મૂળ એટલું જ ડીઅર છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply