ધર્મ, જાતિમાં ડિસ્ક્રીમીનેટ થવું ગમે છે
ભારતની પ્રજાને ડોમીનેટ થવું ગમે છે
હતું ભારત વિશ્વગુરુ પણ હવે એને
મેકોલે પદ્ધતિથી એજ્યુકેટ થવું ગમે છે
ભુલાવ્યું યોગ, આયુર્વેદ,સંસ્કૃત, શાસ્ત્રો
વિદેશથી આવે તો પાયરેટેડ થવું ગમે છે
ખેતરની માલિકી ને જગતનો તાત મટી
ફદીયાં નોકરીએ હ્યુમિલીએટ થવું ગમે છે
જેણે બોલતાં શીખવ્યું એને ચૂપ રાખવાં
માઁબાપ સામે ટેમ્પરામેન્ટ ગુમાવવું ગમે છે
હે કૃષ્ણ તું અવતરી જા હવે થયો સમય
દાનવોને રિએસ્ટાબ્લીશમેન્ટ થવું ગમે છે
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી )
Leave a Reply