પથ્થરોની અહીં ક્રુપા મળશે,
ઈશ્ક કરવાની આ સજા મળશે.
સાચું બોલો કે જૂઠ બોલો પણ,
કોઇને કોઈ તો ખફા મળશે.
ફેસબુક પર જરા પ્રગટ થઈ જા,
કોઇ પથ્થર તો આઇના મળશે.
એમ તો ઘરના એક જેવા છે,
ખ્યાલમાં સૌ જુદા જુદા મળશે.
આ નગરમા અનેક ઈશ્વર છે,
ભીન્ન સૌની ત્યાં આસ્થા મળશે.
ચોર ચોરી કરેતો માફી છે,
ને ભણેલાને કાયદા મળશે.
અમને બદનામ કરવા વાળાઓ,
પાપ કરનાર સૌ ભલા મળશે.
આશ્રમ હોય ના , કોઇ સમજે,
માની સેવાથી શી દુવા મળશે.
જેની સાથે વફા કરો ‘ સિદ્દીક ‘,
જ્યારે મળશે તો બેવફા મળશે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply