અનુકૂળ વહેતી હવામાં
સઘળું નિયંત્રણમાં લાગે.
પવન પડતા એ પતંગ
સરકીને નીચે આવે.
હાથમાંથી ક્યારે સરકે
એ પણ સમજાય નહિ.
વળતા પવનના બેચાર ઠુમકે
હાથવગો ને પોતીકો લાગે.
આ પતંગ સબંધ જેવો….
પછી આભ મહી વિસ્તરે
જાણે ગમતીલો એ સબંધ.
રમત રમતો રમાડતો એ,
બીજો પતંગ મળતાં ભળતો એ.
અટવાઈ એનામાં કદી છેદ આપે.
ના એ સમજાય મનમાં શું ચાલે.
આ પતંગ સબંધ જેવો….
બહુ ઢીલ દેતા ક્યારેક સઘળું લુંટી જાય.
ખેંચતાણમાં ટેરવા લોહીલુહાણ કરી જાય.
સચવાઈ જાય તો સધળું દુઃખ માફ.
ને ફરી ખુશી લુંટાવતો જાય.
ના સચવાય તો માનવું રહ્યું,
હાર અપાવી ઉડી ગયો
કપાઈને બીજે અટવાય ગયો
કોક મારા જેવાને લલચાવવા…
એ પતંગ સબંધ જેવો….
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply