ફૂલોના કાને ઉપવનની એક નાની સરખી વાત પડી
એ રહેવાના બે ચાર દિવસ છોડી દ્યો માયા રાત પડી
જે પવનને ઝોંકે ટકતા હતાં
એ આજ અહી બહુ ધ્રુજતા હતાં
ને ધરતીના ખોળે ખરતાં હતાં
ભેગા થઇ ફૂલો રડતા હતાં.
છૂટ્યા સઘળાં સાથી સગપણ,પતઝડની આ બારાત ચડી
ફૂલોના કાને ઉપવનની એક નાની સરખી વાત પડી.
પછી ખેરવી સઘળાં પાન ફરી
તહી ડાળ ડાળએ આહ ભરી
આ જીવન હાથથી ગયું સરી
એ વાત સુણી બહુ રાત રડી
કાલે ખીલશું, ફરી મઘ મઘશું આસ ઉપર કાળાશ ઢળી
ફૂલોના કાને ઉપવનની એક નાની સરખી વાત પડી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply