જન્મોજન્મનો એક જ તું સાથ છો
પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો
બ્રહ્માડનાં જીવોમાં ચૈતન્ય છો તું જ
સ્મશાનમાં બિરાજતી ચિદાનંદ લાશ છો
દૈહિક, દૈવિક, આઘ્યાત્મિક સિદ્ધિ વરસાવતો
દરેક જીવનો સનાતની શિવ સંગાથ છો
તું,તારો પરિવાર ને તારું સર્વસ્વ પૂજાય
તું નિર્વિકલ્પ તું નિર્વિકાર તું નિરાકાર છો
ઉમા, ગણેશ, લાભ, શુભ, રિદ્ધિ, સિદ્ધિ સૌ તું
તું અજન્મા ને અમર તું મહાકાલ છો
જન્મ, મરણનાં બંધનોથી તું મુક્ત કરતો
કુબેરી ખજાનો ભભૂતનો તું પ્રસાદ છો
કાળ, ભય અને રોગને પળમાં હટાવતો
ઉર્જા ભંડાર ‘બમ બમ ભોલે’નો નાદ છો
કમી, કમજોરી અને વિધ્નોનો નાશ કરતો
દેવોનો દેવ મહાદેવ મૃત્યુંજયી વૈધનાથ છો
ગંગાધર સ્વરૂપે પવિત્રતા વહેંચતો અને
હળાહળ એકલો પી જતો તું પુરુષાર્થ છો
હૈયાંનાં બીલીપત્રથી દૂધ,જળ પધરાવું તને
તું શંખ, ડમરું, રુદ્રાક્ષનો મહા શિવરાત્ર છો
-મિત્તલ ખેતાણી
Leave a Reply