પહેલો પ્રેમ જ પ્રેમ હોય છે
બાકી તો સંબંધોનાં નેઇમ હોય છે
ગુમાવ્યું હોય જેણે એને જ ખબર
વિરહની પીડા અસહ્ય કેમ હોય છે
પહેલાં પાપે જ ખટકે છે આત્મા
પછીથી ક્યાં કોઈ શેઇમ હોય છે
બધાં બાઝીગરો, શકુનીઓ હારે છે
છેલ્લી તો પ્રભુની જ ગેમ હોય છે
આગમન કેડીએ આંખ્યું બિછાવે જે
અસમયે તેનાં મોઢેય ‘કેમ’ હોય છે
નિષ્ફળતા તો સદૈવ રહે છે અનાથ
સફળતા પર સૌનો ક્લેઈમ હોય છે
બદલે છે ફક્ત મન, આત્મા દરેકનાં
શરીર રચના તો સૌની સેઇમ હોય છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply