માત્ર ખોટ ના કોઈ નફા મળે છે
એટલે જ ના કોઈ વફા કરે છે
ના કરશો દિલની લેતીદેતી તમે
આ કામમાં માત્ર જફા મળે છે
પગ ને મળે છે ફક્ત કુંડાળાઓ
ને પગલે પગલે બેવફા મળે છે
જગ આખાંને જે રાજી રાખે છે
ખુદથી તે પોતે તો ખફા મળે છે
જન્મનો નાતો એ ફક્ત વાતો છે
વિકલ્પ મળતાં વફા દફા મળે છે
કરવો હોય પ્રેમ તો બચ્ચાંને કરો
મજનુને ય એમાં જ ખુદા મળે છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply