અહી તો હેતની દીવાલો છે ને પ્રીતના બારણાં
ગણી જો કેટલી બારીને લાગ્યા સ્મિતના બારણાં
ઓહો આહા હું રહું કેવા ખયાલ માં …
તહી તો એટલી પથારીઓ અને ફૂલના પારણા
મહી છો ને વસાઈ આંકડી તોય ખુલ્લા બારણાં
ઓહો આહા હું રહું કેવા ખયાલ માં …
બધી જો સોનાની જાળીઓ ને સૂર્યના આગણાં
અહી ચાંદની વાડીઓ ના ફરતાં હૂંફના બારણાં
ઓહો આહા હું રહું કેવા ખયાલ માં …
વળી તહી છે વેલોના ઝૂમખાને પાનાંના લુમખાં
જઈ કડીયો શોભાવતી તોરણ પેલ્લા બારણાં
ઓહો આહા હું રહું કેવા ખયાલ માં …
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply