ગરજતાં વાદળો નો નાદ આવે
વીજ લીસોટાનો ધમધમાટ આવે
આકાશેથી ધોધમાર લગાતાર આવે
હવે તો બસ વરસાદ આવે
પર્જન્ય યજ્ઞ કરે પૃથ્વી ચાતક ભાવે,
પ્રભુનો સીધી લીટીનો પ્રસાદ આવે.
હવે તો બસ વરસાદ આવે
આંખ,અંતર,આયખું તરબોળ સ્વેદે થી
હૈયેથી ત્રાહિમામ નો પોકાર આવે.
હવે તો બસ વરસાદ આવે
પશુ-પંખી,નાનાં બચ્ચા સામું જો પ્રભુ,
તને વૃક્ષો નો ય થોડો વિચાર આવે
હવે તો બસ વરસાદ આવે
પાપો થી સતત છલકતો આ કળિયુગ
સતયુગ પોકારતો સૌનો આંતરનાદ આવે
હવે તો બસ વરસાદ આવે
રેઇનકોટ સડયા, છલકાયાં વોટરપાર્ક,
દેડકાં ડ્રાંઉંનો ગાજવીજ અવાજ આવે
હવે તો બસ વરસાદ આવે
માટીની કુંવારી સુગંધનો પહેલો પમરાટ
મોરલાંને નાચતાં જોવાનો ઉન્માદ આવે
હવે તો બસ વરસાદ આવે
પાંગરે કેટલાંય પ્રસંગો જુના-નવાં યાદોનાં
એક મેકમાં ઓગળવાનો તલસાટ આવે
હવે તો બસ વરસાદ આવે
અષાઢ શ્રાવણ તો પર્યાય સર્જન ના
સઘળાં જીવોને સંસાર સ્વાદ આવે
હવે તો બસ વરસાદ.આવે
હવે કાશ વરસાદ આવે
હવે.. માત્ર વરસાદ આવે
હવે તો બસ વરસાદ આવે
~ મિતલ ખેતાણી
Leave a Reply