રહી રહીને એવું સમજાય છે
હોય એવું ક્યાં કદી દેખાય છે
વાત જે મિત્રને કહી ગુપ્ત રાખવા
એ જ ચોરે ને ચૌટે ચર્ચાય છે
વિકલ્પો તો મળે અનેક જીવનમાં
અસલની ખોટ ક્યાં કદી પૂરાય છે
જે ના સમજાયું બાપની સોટીથી
બાપ બન્યાં પછી એ સમજાય છે
મળ્યો ના કાન્હો રાધાને તોય શું
મંદિરે તો બંને સાથે જ પૂજાય છે
જે આપે જ તેને ક્યાં કંઈ મળતું?
નદી પાણીમાં ક્યાં કદી ન્હાય છે
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી )
Leave a Reply