આજ કોઈ શ્હેરમાં અફવા નથી,
છાપું છે પણ નામના પાના નથી.
સાવ તૂટી જાય ને ખરતા રહે,
એટલા સંબંધ કૈ’ કાચા નથી.
એક નહીં પણ સેંકડો મળશે તને,
પાગલોના ગામ કૈ’ નોખા નથી.
માનવી એને કદી ગણતો નથી,
જેમનામાં જ્ઞાન ને વિધ્યા નથી.
આંધીઓએ પણ ઘણા યત્નો કર્યા,
જ્યાં ઊભા રહ્યા કદમ ડગ્યા નથી.
લોક હોટલના સહારે થઇ ગયા,
શાકના ભાવો હવે સસ્તા નથી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply