કઈ કેટલાય ભ્રમો ભાગ્યા છે,
દિલ એમનેમ થોડા લાગ્યા છે, Rhoda
ક્યા જરૂર છે કોઈ તલવારની,
આંખોના તીર સીધા વાગ્યા છે,
એમનેય કઈ નહોતું જ કહેવું,
અરમાન જો કેટલા જાગ્યા છે,
એમનેમ કાઈ નથી મળી ગયા,
તમે સાત ભવ સાથે માગ્યા છે,
ધ્વસ્ત અમે અમથા નથી થયા,
નિશાનો આ તમે જ દાગ્યા છે,
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply