નજરથી ઘેરાયો
ત્યાં
પવન ઘેરાયો
અહીં
હું નજરથી ઘેરાયો
ત્યાં
વાદળનાં ધાડેધાડા
અહીં
નજરનાં ગોળ-કુંડાળા
ત્યાં
વાદળ ઘટા ઘનઘોર
અહીં
સપનામાં આવ્યો ‘તો ચોર
ત્યાં
ઉકળાટ-ગરમી-ઉચાટો
અહીં
ઉન્માદનો સપાટો
ઈચ્છા:
બંને તરફની એક જ
ખોબો ભરીને વ્હાલ…
છેક અંદર સુધી વરસાદ….
~ ચિંતન મહેતા
Leave a Reply