નગરમાં તુ ક્યાં ક્યાં પરિચિત નથી,
નિહાળું તો ક્યાં તું ઉપસ્થિત નથી.
ભલે ભીડ છે પણ દરેક જણ અહીં,
અલગ વાત છે કે સુરક્ષિત નથી.
રહદયની આ વાતોને શંભળાવ્વા,
છતાં હું અકારણ પ્રદર્શિત નથી.
કળી, ફૂલ, પર્ણો, વિહંગો છે ક્યાં?
ચમન કેમ આજે વ્યવસ્થિત નથી?
ઘટાટોપ છું વ્રુક્ષ હું પથરાયેલો,
કોઈ જીવજંતુય ભયભિત નથી.
બધા એને પૂજી રહ્યા છે અહીં,
અચંબો એ છે કે એ સિક્શિત નથી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply