ના ભલે હું જાતે બોલું
ના કેમ છો કહી બોલાવું,
માનતા નહિ કે યાદ નથી.
ના કહેતાં કંઇ જાણ નથી.
બે પાંપણની વચમાં
સાચવી યાદો કીકીની માફક,
એકાંતના ધબકારમાં ધકધક
મમળાવી છે પ્રેમની વાતો.
એ ઝરમરતી સાંજે
કોલ લીધા દીધા એ યાદ છે.
મબલખ વાતોની વચમાંય,
આજેય એ વાત ખાસ છે.
આંખોમાં ડૂબતા રહી જીવવું
એમજ ડૂબતા રહી હસવું,
પ્રેમનો ગમતો આ આકાર છે
એમાજ અસ્તિત્વ એકાકાર છે
ના માનતા કંઈ યાદ નથી
ના સમજતા તમે પાસ નથી…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply