મૂડ તો મારો ઝઘડવાનો નથી,
તુ ગઝલ મારી સમજવાનો નથી.
વારસાગત ટેવ છે! તો થઇ ફરે,
એ હવે વસ્ત્રો બદલવાનો નથી.
લાશને છે કાંધ દેવાનો રિવાજ,
જીવતાને કો’ ઉંચકવાનો નથી.
હા,સ્વભાવે તો છે લક્ષાધીપતિ,
પણ મહોદય કૈ’ ખરચવાનો નથી.
નાહી લો મોસમ છે સારી,દોસ્તો,
કાલ આ વાદળ વરસવાનો નથી.
તારી શાંભળવા ગઝલ ઊભો રહીશ,
હું સુણાવીને છટકવાનો નથી.
એ મને રડતી મૂકીને જઇ શકે,
એક, એ છે કે તડપવાનો નથી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply