સ્મિત સૌનાં નોખાંનોખા હોય છે
સાચાં એ જ જે બોખાં હોય છે
હાસ્ય હોઈ શકે કપટી, ક્રૂર, ગંદુ
આંસુ હંમેશા ચોખ્ખા હોય છે
કોઈ રડશે એ જોઈને રડશે સૌ
કારણ ભલે સૌનાં નોખાં હોય છે
આંસુ મોકલતાં પહેલાં વિચારજો
મિત્રોનાં સરનામે ધોખાં હોય છે
બહાર-અંદર કઠણ છે પ્રભુ મૂર્તિ
અંદરથી પોચાં તો ત્રોફાં હોય છે
મફતમાં ય ના લ્યે ભલે છે અમૂલ્ય
પ્રેમનાં અન્યથા ક્યાં જોખાં હોય છે
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી )
Leave a Reply