અંતર સીવાય હવે બીજે ક્યાં કંઈ ઝાંકવું છે
માંગણ બધાં જ્યાં એની પાસેય ના માંગવું છે
છે એક જ રસ્તો અકસીર ને એય નિલકંઠી
વિરહ, બદનસીબીની મારે ફાકી કરી ફાંકવું છે
કે એટલો તો ઈશ્વરને ઓછો કરવો ઉઘાડો
ફાટેલ મારાં આભને મારે થિંગડાથી ઢાંકવું છે
ગંગોત્રીની જેમ જ આપવી છે ગંગાને વિદાય
જતું હોય એને ના કદી આજીવન રોકવું છે
ખબર છે પડશે ફક્ત મૃગજળનો જ વરસાદ
ચાતકની જેમ તોય આભે અમીનેષ તાકવું છે
એટલો બધો ઘવાયો છું હું દોસ્તી અને પ્રેમથી
દુશ્મનોની ચાકડીએ હવે મસ્તક નમાવવું છે
~ મિતલ ખેતાણી
Leave a Reply