કરવાં ખાતર ના આ કાજ કરજો
સાચે સાચું જ સૌને માફ કરજો
દુભાવ્યા હોય તેને અશ્રુથી ધોઈ
એ રીતે નિજ હૃદયને સાફ કરજો
જીતવાં જેવું દિલ જ છે આ જગમાં
સરળ સહજ બની ત્યાં રાજ કરજો
માફી આપવી એ તો છે વિરનું કામ
માફી માંગી મહાવીર રિવાજ કરજો
જે કર્મની માફી માંગી કર્મ તે ત્યજજો
રાગ દ્વેષ મોહ મત્સરથી લાજ ભરજો
જાણતાં સાથે અજાણતાંય થાય પાપ
ક્ષમા માંગી અશુભોને તારાજ કરજો
મિચ્છામિ દુક્કડમ નો આજીવન અમલ
આચરણ થકી સદા આ જાપ કરજો
~ મિત્તલ ખેતાણી
Leave a Reply