ચહેરા પર મારાં તબ્બસુમ રહેવાં દેજો
એ દુનિયા!, મને માસૂમ રહેવાં દેજો
તો જ સમજાશે મને પીડા કોઈની
મારાં આત્મા પર જખમ રહેવાં દેજો
કિંમત નથી ભલે સત્ય, પ્રેમ, કરુણાની
તોય એ મારામાં કાયમ રહેવાં દેજો
જમાડી ભૂખ્યાંને પછી જ જમું હું
મારો એ સદા નિયમ રહેવાં દેજો
આશા,ઉત્સાહ,પુરુષાર્થ હોય જ સાથે
બસ એટલું મારું મહેકમ રહેવાં દેજો
રાખ ભલે શૂન્ય પણ વધારું મૂલ્ય સૌનું
ભાગ્યે નિમિતની એ રકમ રહેવાં દેજો
પંગતે બેસનારો નહીં બનું હું પીરસનારો
હૈયે અયાચકતાનો જામ રહેવાં દેજો
~ મિત્તલ ખેતાણી
Leave a Reply