મારે સારું થવું છે કારણકે એમાં હરીફાઈ નથી
મારે સારું થવું છે કારણકે એમાં હરીફાઈ નથી
સત્ય, પ્રેમ, કરુણાથી મોટી કોઈ કમાઈ નથી
બનવું છે પ્રામાણિક વાણી, વર્તન અને વિચારે
મનની શાંતિથી મોટી આરામની કોઈ રજાઈ નથી
બાપ નાં હોય છે અનેક પ્રકાર અને સ્વભાવ પણ
મા બધી સરખી, માઇ કંઇ એવી જે માઈ નથી?
બાળકો લડી શકે છે અને રડી પણ શકે છે
જાતને જડી શકે છે કારણ એનામાં હરીફાઈ નથી
પથ્થરનાં ભગવાનને દુનિયા ભલેને માનતી રહે
જીવતાં માનવીને પૂજવાંમાં મને નવાઈ નથી
~ મિત્તલ ખેતાણી
Leave a Reply