આજ બસ ઝાકળ પીવું છે કે હોઠે અમૃત ધરવું છે.
પહેરી વાદળનું પોલકું મારે ને મારે આભે ઉડવું છે.
મારે આજ બસ અમૃત પીવું છે.
ઉગતા સુરજની કિરણોને મારી આંખોમાં સમાવું લઉં
ચમચમ ચમકતો ચહેરો ને મારે આંખેથી મલકવું છે
મારે આજ બસ અમૃત પીવું છે
ઘડીકમાં ગીર શિખરે ચડું,ઘડીભરમાં જંગલ જાવું છે.
મેઘધનુષની સીડી બનાવી આભમાં ચડવું ઉતવું છે.
મારે આજ બસ અમૃત પીવું છે
ફૂલોના શણગાર સજીને વહેતી ખૂશ્બૂ સંગ વહેવું છે.
વ્હાલે વિટળાઉ વાલમને કે જાણે મારે વેલી બનવું છે.
મારે આજ બસ અમૃત પીવું છે
આજે મીઠી નદી થઇને દરિયામાં જાત ઝબોળવી છે
હેતાળ મનની મીઠાસ લઇ ખારુ જળ મીઠું કરવુ છે
મારે આજ બસ અમૃત પીવું છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply