શેરી એ શેરી તારાં રખોપા હનુમાનજી
મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી
ભટકતાં અથડાતાં પહોંચે છે સૌ દેરીએ
હાજરાહજૂર જ ને હાથવગા હનુમાનજી
ના કોઈ વળતર તે લીધું ના રે કોઈ ઓરતાં
રામકાજ જ કર્યા તે તો ઠાલાં હનુમાનજી
અંજનીપુત્ર તું તો છો મહા શક્તિશાળી
બ્રમ્હચારી તું તો મારા બાલા હનુમાનજી
પ્રભુથી યે મોટો રે હોય છે તેનો ભક્ત જો
પથરાં તરાવ્યાં છે તે તો રામા હનુમાનજી
સૂર્યપુત્ર હોય કને પછી તેને શાના રાત-દિન
સદાયે ભેરાં રેજો સર્વ કલ્યાણાં હનુમાનજી
દિન- દુઃખી- અબોલ નો તું એક જ સહારો
આધિ-વ્યાધિ-ઉપાધિ ભગાવતાં હનુમાનજી
~ મિત્તલ ખેતાણી
Leave a Reply