મને તારા પ્રેમની તરસ તુ વરસાદની થઇને વરસ
ઉર્મિઓના પૂરમાં ડુબાડી તું અવસાદ થઇને વરસ
પ્રેમનો કાળજે પડે ધા તો એને ઘટના કહેવાય ના
મલમ થઇને રૂઝવે એ સ્પર્શની તાદાદ થઇને વરસ
નેહના દિવડા જલતા રાખ્યાં મે આખી રાત જાગી
ચુપકેથી પાપણોમાં ભરાઈ આજ યાદ થઇને વરસ
સતત મારી મનમાની ચલાવી ચુપકીદી ધારણ કરી
હવે તું સામે આવીને દિલમાં ફરીયાદ થઇને વરસ
મારા એકાંતની આગવી સંગતને સતત તારી તરસ
ચુપકેથી અંતર મહી મીઠો તું પરસાદ થઇને વરસ
આવે તો પહેરજે જરકસી જામો થઈ “કાના” જેમ
હેલી ચડશે અંગેઅંગ જો બંસીમાં નાદ થઇને વરસ
પ્રિયની સમીપ રહી બસ કઈ ખ્યાલોમાં રહેવાય ના
હું વિનોદિની તું મીઠા સવાંદે વિનોદ થઈને વરસ
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply