મને એટલી બસ ખબર ના મળે,
હું આવું, અને તુ જ ઘર ના મળે.
અહીં એક પ્રથા છે, નવા ગામમાં,
તને કોઈ કારણ વગર ના મળે.
દુઆના બે શબ્દોથી, કરજો સ્મરણ,
અગર તમને મારી કબર ના મળે.
હજારો હો’ રસ્તા, ને તુ ના મળે,
મને એવી કોઇ ડગર ના મળે.
સદાચાર પણ જ્યાં કરે ખુદકુશી ,
રહું ત્યાં સુધી એ નગર ના મળે.
જગતને પચાવે એ દિલ, છે ઘણા ,
લુટાવી દે એવું, જીગર ના મળે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply