નયનને નયનના, મળી જાય રસ્તા,
અલગ એક યુગના બનીજાય રસ્તા.
ઉમળકાનું સ્વાગત અગર ના થયું તો,
તરત ત્યાંથી પાછા વળી જાય રસ્તા.
ઉડી જાય ઘરની ખુશીની સુવાસો,
અગર એક જણના રૂઠી જાય રસ્તા.
અમારા હ્રદયમાં કદી આવી ઝંખો,
તમારા હ્રદયને ગમી જાય રસ્તા.
અહમથી છકેલા ઘણાં એવા સૂરજ,
મને જોઈ એના મરી જાય રસ્તા.
નવા આ લિબાસો પહેરી ઊભા છે,
અણીના સમય પર ખસી જાય રસ્તા.
જરા “ટ્રમ્પદાદાને” ઉઘરસ થઈ તો,
જગતના સૌ માદા પડી જાય રસ્તા.
જે રૂઠી ગયા છે, મનાવી લો ” સિદ્દીક”,
ખુદા લગ જવાના, મળી જાય રસ્તા.
~ સિદ્દીક ભરૂચી.
Leave a Reply